Loading...

વિધાર્થીની અંગેની માહિતી

પત્ર વ્યવહાર માટે

વાલીના વ્યવસાયનું સરનામું

શારીરિક વિભાગ

અથવા

Download Form

સંસ્થા મા પ્રવેશ મેળવવા અંગેની નીતિનિયમો

(૧) સંસ્થામાં પ્રવેશ મેળવવા અંગે ઓછામાં ઓછા ૬૦% ગુણ હોવા જરૂરી છે.

(૨) પ્રવેશ ફોર્મ ૧૫ માર્ચ થી સંસ્થાનાં કાર્યાલયમાંથી ઉપલબ્ધ થઈ શકશે.

(૩) પ્રવેશ ફોર્મ ટપાલ દ્વારા/રૂબરૂ મેળવીને નિયત કરેલ તારીખ....... સુધીમાં ભરીને સંસ્થાના કાર્યાલયમાં મોકલી આપવું.

(૪) વિદ્યાર્થીએ તારીખ......... ને રવિવાર સવારે ૯-૦૦ કલાકે લેખિત પરિક્ષા તેમજ મૌખિક ઈન્ટરવ્યૂ માટે વાલી સાથે ઉપસ્થિત રહેવું પડશે.(વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને આપનું ફોર્મ આવ્યા બાદ ઇન્ટરવ્યુની તારીખ પછીથી જાહેર કરીને જાણ કરવામાં આવશે.)

(૫) વિદ્યાર્થીનીના પ્રવેશ દરમિયાન સંસ્થા તરફથી નિયત કરેલ વાર્ષિક ડિપોઝિટ (પરત મળવાને પાત્ર) ભરવાની અવશ્ય રહેશે.

(૬) સંસ્થામા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીએ તથા તેના વાલીઓને સંસ્થાના નિયમોનું પાલન અવશ્ય અને ફરજીયાત કરવાનું રહેશે.

(૭) આપની સાથેના વ્યવહાર અંગે સંસ્થામાં આપેલા કોઈપણ સંપર્ક નંબર મોબાઇલ નંબર નહિ બદલવા ખાસ સૂચના છે.

(૮) આકસ્મિક સંજોગો તાત્કાલિક સંપર્ક સાધી શકાય તે માટે તમારો/તમારા સગા કે પાડોશીનો મોબાઈલ નંબર :.............

(૯) વિદ્યાર્થીઓની પૂરતી કાળજી અને દેખભાળ રાખવામાં આવશે. જો કોઈ બાળક ગેટપાસ વગર કે છૂપી રીતે નાસી જસે અને અન્ય અઘટિત ઘટના થશે તો તેને માટે સંસ્થા જવાબદાર નહિ તથા ગૃહપતિશ્રી અને સંસ્થાના સંચાલકશ્રીને યોગ્ય લાગશે તો એલ. સી. પણ આપશે અને તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.

(૧૦) સંસ્થાનાં અન્ય ધાર્મિક શૈક્ષણિક પ્રસંગે બહાર મોકલેલા વિદ્યાર્થીઓનું સંસ્થા પૂરતું ધ્યાન રાખશે જ પરંતુ વિદ્યાર્થી સંસ્થાના નીતિ-નિયમો વિરુદ્ધ જઈ અઘટિત પગલું ભરશે અને કંઇપણ નુકશાન થશે તો સંસ્થા જવાબદાર નહિ રહે. અને ગેરશિસ્તને કારણે તેમની સામે પગલાં લેવામાં આવશે.

(૧૧) આ ફોર્મ સાથે આપેલ કન્યા છાત્રાલય સંસ્થા અંગેના નીતિ-નિયમોનું તથા આચારસંહિતાની માહિતી દીકરીના વાલી તરીકે મે વાંચેલ છે, તથા સમજેલ છે અને તેનું સંપૂર્ણપણે પાલન કરવાની હું તથા કુટુંબના તમામ સભ્યો ખાતરી આપીએ છીએ. જો સંસ્થાના નીતિ-નિયમોનો ભંગ થશે તો તે માટે માનદ્ મંત્રીશ્રી/ગૃહપતિશ્રી/સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનો નિર્ણય અમે માન્ય રાખીશું.

* સુજ્ઞ વાલીઓને પોતાની બાલિકાઓને સંસ્થામા લાભ આપવામાં વિનંતી છે.

(૧૨) પ્રવેશ અંગેના સર્વહક્ક સંસ્થા તરફે અબાધિત રહેશ.

ખાસ નોંધ: ઉપર મુજબ પ્રવેશપત્રમાં દર્શાવેલ તમામ માહિત, નીતિનિયમો મને કબૂલ, મંજૂર અને માન્ય છે.

પ્રવેશ અંગે વધુ માહિતી મેળવવા અંગે સંપર્ક નંબર

(૧) સુપ્રી. શ્રીમતી દમયંતી શાહ મો.૯૪૦૮૬૧૬૯૨૭, ૭૮૧૭૦૮૭૭૫૧

ખાસ સૂચના : સમય : સવારે ૯-૩૦ થી ૧૧:૩૦, સાંજે ૪-૦૦ થી ૬-૩૦ સુધી જ સંપર્ક કરવો.

પ્રવેશ અંગેની વિશેષ માહિતી

સંસ્થા માં વર્તમાન કોવિડ -૧૯ ની પરિસ્થિતિ ૭૫ દીકરીઓ રહે છે. વધુમાં નવા પ્રવેશ ૧૫૦ વિદ્યાર્થિનીઓ પૂરતા મર્યાદિત છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશને પાત્ર રહેશે.

સ્નેહીશ્રી, આપના સગાસંબંધી, પરિચિત કે સ્ટાફનાં સભ્યો વિગેરેની દીકરીઓના ભાવિ ઉજ્જવલ અભ્યાસ અંગે આ સાથેનું સંસ્થાનું પ્રવેશ ફોર્મ, પરિચયની કોપી ઝેરોક્ષ કરાવી આપી આંગળી ચિધ્યા નુ પુન્ય મેળવવાના અધિકારી બનશો.

કડી ટાઉશિપ વિષે જાણકારી

અમદાવાદ તથા ગાંધીનગરથી માત્ર ૫૦ કિ. મી. ના અંતર માં મહેસાણા જીલ્લાનું પ્રથમ સંપૂર્ણ આધુનિક વિકાસશીલ મોર્ડન ટાઉન કડી શૈક્ષણિક ક્ષેત્ર તેમજ ઇન્ડસ્ટ્રી તરીકે ધમધમતુ શહેર છે.

અમદાવાદ થી કડી ૪૭ કિ. મી.

મહેસાણા થી કડી ૩૮ કિ. મી

કલોલ થી કડી ૨૦ કિ. મી.

ગાંધીનગર થી કડી ૪૨ કિ. મી..