અદ્ભુત છે!
પ્રારંભ અને અમૃત મહોત્સવની વચ્ચે સંસ્થાનો જે સર્વાંગી વિકાસ સધાયો છે
તેથી પણ અદકેરો વિકાસ કરી શતાબ્દી ઉજવીશું!
પરમાત્મા સુમતિ દેજો અમ સર્વને હળીમળી વિકાસ કરી અંબર અને અવનવીને એક કરીશુ એજ ઘ્યેય અમારો.
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિદ્યાર્થી ભવન - કડી(જૈન બોર્ડિંગ) ની સ્થાપના સને ૧૯૪૪ માં થઈ ત્યારબાદ કડી પંથકની આજુબાજુના વિસ્તારોમાં અનેક સંકડામણ અનુભવતા બાળકો માટે અનેક આર્થિક મુશ્કેલીઓ, ટાંચા સાધનો અને અપૂરતી સુવિધાઓ વચ્ચે કડી પંથકની આજુબાજુમાં ગામડાઓમાં રહેતાં જૈન પરિવારના દીકરાઓના ઉત્થાન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે એક વિસામાનુ સ્થાન હતું. તે વખતે ૨૮ વર્ષ સુધી કુમાર છાત્રાલય તરીકે દીકરાઓએ અભ્યાસ કર્યો સમયાંતરે કડીમાં આર. ટી. ઝવેરી હાઈસ્કૂલ તથા એસ. વી. (સર્વ વિદ્યાલય) વિગેરેનો શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થયો. તેમજ સને -૧૯૬૮ થી ઝવેરી આર. ટી. હાઈસ્કુલમાં ધો. ૮ થી ૧૧ ના વર્ગોમાં કુલ ૪ વર્ગમાં માત્ર ગર્લ્સ હાઈસ્કુલ શરૂ કરવામાં આવી. તે સમયે યોગાનુયોગ આપણી સંસ્થાના દીર્ઘદ્રષ્ટા ટ્રસ્ટીઓ કે જે કન્યા કેળવણીના સંપૂર્ણ હિમાયતી હતા અને તેઓએ કન્યાઓના વિશાળ હિતમાં સને -૧૯૭૨ માં જૈન વિધાર્થી ભવનની બાજુમાં જ નવા બિલ્ડિંગમાં જૈન કન્યા છાત્રાલયનું આયોજન કરી ૫૦ વર્ષ કરતા પણ વધારે સમયથી ધો. ૫ થી ૧૨ તેમજ વધુ અભ્યાસ અર્થે જૈન ધર્મના ચારેય ફિરકાઓના પરિવારની માત્ર કન્યાઓને જ પ્રવેશને પાત્ર છે.
કોઈપણ સંસ્થા સતત એક જ ધ્યેય સાથે અને એક જ મીશન સાથે, એક જ પ્રકારની કાર્યપ્રણાલીથી ચાલતી હોય અને હજુ સતત પ્રગતિશીલ હોય તેવી પ્રતીતિ થતી હોય તેવુ ભાગ્યે જ સંભવી શકે. નજીકના ભવિષયમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થી ભવન કન્યાછાત્રાલય ૫૦ વર્ષ પુર્ણ કરેલ છે.
સમાજમાં સ્ત્રીનું ગૌરવ છે. આજનો સમાજ પુરુષપ્રધાન છે તે માન્યતા જ ભ્રામક છે. હકીકતમાં આપણો સમાજ સ્ત્રીપ્રધાન છે. સમાજમાં સ્ત્રીનું ગૌરવ છે તે નિર્વિવાદ હકીકત છે. બાહ્ય દ્રષ્ટિએ દિશા અને દોર પુરુષોના હાથમાં હોય તેવું દેખાય છે પરંતુ મહિલાઓ જ પુરુષની પ્રેરણા અને પ્રેરકબળ છે. મહિલાઓ જ કુટુંબનો આધારસ્તંભ છે
આજના સમયમાં શિક્ષણ વેપાર બની ગયો છે. શાળામાં વસૂલતી ઊંચી ફી, મોંઘા પુસ્તક, નોટબુક, યુનિફોર્મ, ટ્યુશન ક્લાસીસ, વિગેરે ખર્ચ દરેક વર્ગને પોષતો નથી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૈસાના અભાવે અટકી ન પડે તે માટે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થી ભવન (કન્યા છાત્રાલય) ૫૦ વર્ષથી વધારે સમયથી જૈન ધર્મના ચારેય ફિરકાઓની દીકરીઓના અભ્યાસ અર્થે અવિરત ઉજાગર રહી બોર્ડિંગ વ્યવસ્થા સાથે નજીવા ખર્ચે ઉપરોક્ત તમામ સગવડ પુરી કરે છે.
ઉપરોક્ત હકીકત જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે તે માટે આપના સહયોગની અવશ્ય જરૂરિયાત જણાય છે. તો આપશ્રી સમાજ/સંસ્થા/મંડળ તેમજ સ્નેહિશ્રીને નત્ મસ્તક વિનંતી કરીએ છીએ કે આપના તરફથી પખવાડિક કે માસિક પ્રસિધ્ધ થતી પત્રિકા/લેખ/મેગેઝીન માં પ્રસિધ્ધ કરવા વિનંતી કરીએ છીએ.