Loading...

શિક્ષણ, સંસ્કાર સિંચન અને જૈન ધર્મના મૂલ્યવાન જ્ઞાન સાથે સર્વાંગી જીવન વિકાસની

પ્રવુતિઓ / વિદ્યાર્થિનીઓ માટેની ઉત્તમ તક

જૂન-જુલાઈ ૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી આપની દીકરીઓ માટે શૈક્ષણિક સુવિધાઓયુક્ત કન્યા છાત્રાલયમાં ધોરણ ૫ થી ૧૨ તથા વધુ અભ્યાસ અર્થે કૉલેજ સુધી પ્રવેશ માટે ની ઉત્તમ તક પ્રાપ્ત થઇ શકશે.

જે અંગેની કેટલીક વિગતો નીચે મુજબ છે.

(૧) સંસ્થામાં જૈન દીકરીઓને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.

(૨) સંસ્થામાં રહીને અભ્યાસ કરતી ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની દીકરીઓને વ્યવહારિક અભ્યાસની સાથે વ્યવસાયલક્ક્ષી અભ્યાસ, ધાર્મિક અભ્યાસ તેમજ ઈતર પ્રવૃતિની તાલીમ આપવામાં આવે છે.

અંગ્રેજી માધ્યમની દીકરીઓ માટે ઉજ્જવળ તક

વર્તમાન સમયમાં દેશમાં શૈક્ષણિક માળખા અને પધ્ધતિ મુજબ સામાન્યપણે અંગ્રેજી માધ્યમજ કેન્દ્રસ્થાને છે. તે પ્રવાહને ધ્યાને રાખી ને સંસ્થા (કન્યા છાત્રાલય) માં અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ઉચ્ચતમ શિક્ષણ આપતા ટ્યુશન શિક્ષકો દ્વારા ટ્યુશન પણ આપવામાં આવે છે.

(૨) અધતન ભોજન કક્ષ : શુદ્ધ સાત્વિક, રૂચિકર, આરોગ્યપ્રદ સવારનો નાસ્તો તેમજ બપોર- સાંજનું ભોજન અને નિયમિત દૂધ, છાશ તેમજ સ્કૂલ માં લઈ જવા માટે પૌષ્ટિક નાસ્તો વિગેરે વિગેરે સવલતો આપવામાં આવે છે.

(૩) વિદ્યાર્થી આવાસ અંગે: સંસ્થામાં અદ્યતન સુવિધાસભર રૂમમાં લાઇટ-પંખા-ટેબલ લેમ્પ, વુડન બેટ, કબાટ તેમજ એટેચ ટોયલેટ-બાથરૂમ ૨૪ કલાક પાણીની સગવડ સાથે.

(૪) સંસ્થામાં દરરોજ સાંજે ૭-૩૦ થી ૧૦-૩૦ સુધી ફરજીયાત રાત્રિ વાંચન ગૃહમાતાની હાજરીમાં થાય છે.

(૫) સંસ્થામાં અનુભવી શિક્ષિત બાલપ્રેમી ૨૪ કલાક ગૃહમાતા રહે છે.

(૬) સંસ્થા ના પટાંગણમાં આવેલ જિનમંદિરમાં દૈનિક સેવા-પૂજા, તિથિએ સામાયિક-પ્રતિક્રમણ, તેમજ દરરોજ ધાર્મિક શિક્ષિકા બહેન દ્વારા ધાર્મિક સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.

(૭) શિક્ષણની સાથે સાથે છાત્રાલયમાં ગમ્મત જ્ઞાન જેવી અન્ય પ્રવૃતિ જેવીકે,

(એ) અદ્યતન સુવિધાસભર કોમ્પ્યૂટર ઉપર વિવિધ પ્રકારની તાલીમ શિક્ષક દ્વારા આપવામાં આવે છે.

(બી) સિલાઈ, એમ્બ્રોડરીની વિવિધ પ્રકારની તાલીમ શિક્ષક દ્વારા આપવામાં આવે છે.

(સી) વિવિધ રંગબેરગી રંગોળી, ઘઉલી તેમજ સુંદર ચિત્રકામની તાલિમ આપવામાં આવે છે.

(ડી) શારીરિક સ્વાસ્થ્ય અંગે ધ્યાન (મેડિટેશન), યોગાની તાલિમ શિક્ષક દ્વારા આપવામાં આવે છે.

(એફ) ઈનડોર ગેમ : ચેસ, હાઉસી, બાસ્કેટ બોલ, ટેનીસબોલ વિગેરે વિગેરે રમત

આઉટડોર : ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, કરાટે જેવી શરીર સ્વાસ્થ્ય સારુ રહે તેને અનુલક્ષી રમત-ગમત ની વ્યવસ્થા.

(જી) સંસ્થામાં અવારનવાર આવતા પ્રસંગો દરમિયાન મહેમાનશ્રીનું સ્વાગત/પ્રસંગોચિત ઉદ્ બોધન/વકતૃત્વ સ્પર્ધા દ્વારા માઇક ઉપર બોલવાની ટ્રેનીંગ આપવામાં આવે છે.

(એચ) સામાન્ય જ્ઞાન સાથે ધાર્મિક તથા અન્ય પ્રવૃતિના મેગેઝીન, દૈનિક સમાચાર પત્ર વિગેરે ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

(૮) સંસ્થામાં રહી અભ્યાસ કરતી બાલિકાઓને વર્ષમાં એક કે બે દિવસ પ્રવાસ આયોજન થાય છે.

(૯) કડી શહેરની નજીકમાં શેરિસા, પાનસર, ભોયણી, રાંતેજ, નંદાસણ જેવા પ્રાચીન જૈન તીર્થો આવેલાં છે માટે શેષકાળમાં વિહારમાં આવતા સાધુ-સાધ્વીજી ભગવંત દ્વારા ધાર્મિક જ્ઞાન-વ્યાખ્યાન શિબિનું પણ આયોજન થાય છે.

સંસ્થાની વિવિધ દૈનિક તેમજ વાર્ષિક યોજનાઓ

દૈનિક યોજનાઓ

  • સવારનો નાસ્તો ૧૧,૦૦૦/-
  • બપોરનો નાસ્તો૭,૦૦૦/-
  • બપોરનું સાદુ ભોજન.૧૮,૦૦૦/-
  • બપોરનું મિષ્ટાન ભોજન૨૭,૦૦૦/-
  • સાંજનું સાદુ ભોજન.૧૫,૦૦૦/-
  • સાંજનું મિષ્ટાન ભોજન૧૮,૦૦૦/-
  • આખા દિવસની ભોજનતિથી૩૬,૦૦૦/-
  • માત્ર મિષ્ટાનની તિથી ૮,૧૦૦/-

વાર્ષિક યોજના

  • સ્કૂલ ફી...૨,૫૧,૦૦૦/-
  • ટયુશન ફી...૨,૫૧,૦૦૦/-
  • ધાર્મિક શિક્ષણ૧,૦૦,૦૦૦/-
  • યાત્રા-પ્રવાસ૧,૫૧,૦૦૦/-
  • દીકરી દતક યોજના૫૧,૦૦૦/-
  • મેડિકલ ખર્ચ૫૦,૦૦૦/-
  • પુસ્તક યોજના૫૧,૦૦૦/-
  • યુનિફોર્મ (ગણવેશ)૧,૩૧,૦૦૦/-
  • જીવદયા (ચણ માટે)૨૦,૦૦૦/-

સંસ્થામાં અપાતું દાન આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કરમુક્તિને પાત્ર છે. તે અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

Our Banker: Bank of India, kadi Branch A/c.: 220510100005331(IFSC : BKID0002205)

માનદ્ મંત્રીશ્રી : રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહ

માનદ્ મંત્રીશ્રી : ચંદ્રકાંત નાથાલાલ મણિયાર

મો.૯૮૨૫૬૦૭૧૯૧

પ્રમુખશ્રી : હસમુખલાલ ન્યાલચંદ વોરા

ઉપપ્રમુખશ્રી : દિપકકુમાર ચીનુભાઈ શાહ

તથા કમિટીના સભ્યશ્રીઓ

સંસ્થા નો અભિગમ

વર્તમાનમાં અમારા દીર્ઘદ્રષ્ટા અને કન્યા કેળવણીનાં અભિગમવાળા પ્રમુખશ્રી હસમુખલાલ ન્યાલચંદભાઈ વોરા ઉં. વર્ષ -૮૪

(સ્થાપક પ્રમુખશ્રી ન્યાલચંદભાઈ લક્ષ્મીચંદ વોરા નાં પનોતા પુત્ર) ના સાનિધ્ય માં કમિટીના સભ્યોનો સંકલ્પ

સૌની જીભે એકજ સુર, એક જ રટણ, કન્યા કેળવણી નું કરો જતન.

કન્યા કેળવણી થી થશે સમાજ, કુટુંબ, દેશમાં સંસ્કારની લ્હાણી,

કન્યા કેળવણીનો નહિ વિકલ્પ, સહાય કરો, સંપૂર્ણ કરો એ જ સંકલ્પ.

દીકરીઓને આપીએ ભણતરની પાંખો, સફળતાના શિખરો સર કરશે દીકરીઓ

''એક શિક્ષિત પુરુષ હોય તો તમે એક માનસને શિક્ષિત કરો છો.'

પણ એક શિક્ષિત મહિલા હોય તો તે પૂરા પરિવાર ને શિક્ષિત કરે છે.

ભણેલી કન્યા કરશે અર્પણ... તર્પણ... કન્યા કેળવણી યોજના રાષ્ટ્ર સમર્પણ.

"કરે છે ચિંતન કેવી રીતે લાવવું પરિવર્તન"
રોકટોકને ચૂર્ણ કરીશું,
કન્યા કેળવણી યોજના પૂર્ણ કરીશું.
"કડી કન્યા છાત્રાલય કેળવણીનું દ્વાર,
સંપ અને સંગઠન થકી સૌ વિકાસ કરશું અપરંપાર"
વૈશ્ય જનતા ઝુકશે નહિ, કન્યા કેળવણી રૂકશે નહિ.
દિકરીના શિક્ષણ, વિકાસ, ચારિત્ર્ય અને
સમૃધ્ધિઓએ જ અમારું ધ્યેય
સંપ અને સહકાર થકી એ સિધ્ધ કરીશું શ્રેય !
કન્યા કેળવણી અભિયાન એજ અમારો અભિગમ
દીકરી જન્મ વધાવો
નારીનું જ્યાં સન્માન થાય છે
ત્યાં પ્રભુ પ્રસન્ન થાય છે.

કન્યા કેળવણીથી સંસ્કાર ગંગા ઘર ઘર વહેશે.

કડી નગરની વિશેષ જાણકારી

સને ૧૧૯૭ માં પુરાતનકાળમાં કડીનું નામ"કહિપુર" કે "કટિપુર" હશે એમ મનાય છે. ત્યારબાદ સમયાંતરે ઈ.સ. ૧૭૫૩ માં વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર ની ઉદાર અને પ્રગતિશીલ રાજનીતિને કારણે ગાયકવાડી રાજ્યમાં જ્ઞાનવિજ્ઞાનમાં ખૂબ જ અગ્રેસર એવું કડી નગર હતું.

કડી નગર ની પ્રજા શિક્ષણપ્રેમીની સાથે ધર્માનુરાગી પણ છે. (૧) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું જિનાલય આપણા શ્રી જૈન વિદ્યાર્થી ભવન એટલે કે આપણી કન્યા છાત્રાલય પરિસરમાં આવેલું છે. કડી નગરમાં શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર, શ્રીસંભવનાથ ભગવાનનું દેરાસર, શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું દેરાસર, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપશ્રાય, આયંબિલશાળા, પાઠશાળા વિગેરે અવિરતપણે ચાલુ છે.

આપણું ઐતિહાસિક નગર દિનપ્રતિદિન વિકાસમાં આગળ વધી રહ્યું હતું. હાલમાં કડી શૈક્ષણિક ક્ષેત્રે એજ્યુકેશન કેન્દ્ર તરીકે ઉભરી આવેલ છે. કડીમાં મેડિકલ તથા ફાર્મસી કોલેજ સિવાયની તમામ કોર્ષની સાથે સાથે એન્જીનીયરિંગ કોલેજ પણ વર્તમાનમાં ચાલુ છે. કડી નગર ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રે ખૂબજ પ્રગતિ કરી વર્તમાનમાં તેલ મીલ તથા કપાસના જીનીંગ મિલોથી ઔદ્યોગિક ક્ષેત્રે ભારતભરમાં પ્રખ્યાત છે.